અમરેલી ગ્રામ્યમાં મેઘરાજાની તોફાની બેટીંગ, કુંકાવાવ તાલુકામાં ધોધમાર વરસાદથી રસ્તા પરથી વહી પાણીની નદીઓ- Video
અમરેલીમાં મેઘરાજાની મહેર યથાવત છે અને તોફાની બેટીંગ જારી રાખતા રસ્તાઓ પાણી પાણી થયા છે. મોટી કુંકાવાવમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
અમરેલીના મોટી કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો. કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી. ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા અને રસ્તા પરથી નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. આ તરફ વડિયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા. વડીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અનીડા, બરવાળા બાવળ, બાટવા દેવાળી, દેવળકી સહિતના ગામોમાં મેઘ મહેર જોવા મળી.
અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખુશનુમા બન્યુ હતુ, નાના બાળકો પણ વરસાદમાં ન્હાવાની મજા માણતા જોવા મળ્યા હતા તો બીજી તરફ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos