AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહે રથયાત્રાને લઈને પોલીસ વ્યવસ્થાનું કર્યુ નિરીક્ષણ, અધિકારીઓને આપ્યા દિશા નિર્દેશ

Rathyatra 2021 : અમદાવાદમાં રથયાત્રાના ( Rathyatra ) 19 કિલોમીટર જેટલા લાંબા પરંપરાગત રૂટ ઉપર કુલ 26 હજારથી વધુ પોલીસ અધિકારી- કર્મચારીઓ, કેન્દ્રીય સુરક્ષાદળના જવાનો તહેનાત રહેશે.

Ahmedabad: રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહે રથયાત્રાને લઈને પોલીસ વ્યવસ્થાનું કર્યુ નિરીક્ષણ, અધિકારીઓને આપ્યા દિશા નિર્દેશ
State Home Minister Pradipsinh Jadeja
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 3:18 PM
Share

અમદાવાદમાં અષાઢી બીજને 12મી જુલાઈના રોજ નિકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને ( Rathyatra ) લઈને રાજ્ય સરકાર અને પોલીસતંત્રે તૈયારીઓ આદરી દીધી છે.

અમદાવાદમાં રથયાત્રાના ( Rathyatra ) નિયત માર્ગ ઉપર પોલીસે બંદોબસ્ત ખડકીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તો ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ( Pradipsinh Jadeja ) પણ રથયાત્રા દરમિયાન ગોઠવવામાં આવનાર પોલીસ સુરક્ષા વ્યવસ્થાનુ ( Police security) નિરીક્ષણ કરીને સરસપુર ખાતે રણછોડરાયના મંદીરની મુલાકાત લીધી હતી.

રથયાત્રાના પરંપરાગતરૂટ ઉપર પોલીસે કરેલ સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાણીને, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી દીશા નિર્દેશ કર્યા હતા. આગામી 12મી જુલાઈના રોજ, અમદાવાદમાં રથયાત્રાના 19 કિલોમીટર જેટલા લાંબા પરંપરાગત રૂટ ઉપર કુલ 26 હજારથી વધુ પોલીસ અધિકારી- કર્મચારીઓ, કેન્દ્રીય સુરક્ષાદળના જવાનો તહેનાત રહેશે.

રથયાત્રાના દિવસે, વહેલી સવારથી રથયાત્રા નિજમંદિર પરત ના ફરે ત્યા સુધી અમદાવાદ શહેરના કુલ સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ડીસીપી અને તેમનાથી ઉપરી કક્ષાના કુલ 42 અધિકારીઓ ફરજ બજાવશે.

આ ઉપરાંત, એસીપી – 74, પીઆઈ – 230, પીએસઆઈ – 607, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ -11800, એસઆરપીની 34 કંપની, સીઆરપીએફ- 9, ચેતક કમાન્ડો 1 ટીમ, હોમગાર્ડના 5600 જવાન, 13 ટીમ બીડીડીએસ, અને 15 ક્યુઆરટીની ટીમ તહેનાત રહેશે.

g clip-path="url(#clip0_868_265)">