Breaking News : માવઠાએ ખૂવાર કરેલા ખેડૂતો માટે રાહતના સમાચાર, ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કર્યું 10,000 કરોડનુ રાહત પેકેજ – જુઓ Video
રાજ્ય સરકારે માવઠા અને પ્રાકૃતિક વિપત્તિના કારણે થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે એક મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. વાત એમ છે કે, રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.
રાજ્ય સરકારે માવઠા અને પ્રાકૃતિક વિપત્તિના કારણે થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકાર તરફથી કુલ 10 હજાર કરોડ રૂપિયાનું પાક નુકસાની વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. માવઠાના મારથી પીડિત ખેડૂતોને રાહત મળે તે માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
આ પેકેજ દ્વારા રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને તેમના નુકસાનની ભરપાઈ કરવા પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારે પૂરી સંવેદના સાથે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર ખેડૂતોની પડખે મજબૂત રીતે ઉભી છે અને અન્નદાતાઓની સહાય માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. જણાવી દઈએ કે, CMની જાત તપાસ બાદ સહાયનું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય કૃષિ અને નાણા પ્રધાન સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ખેડૂતોને મદદ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે.
પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય
સરકારે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાય વધુમાં વધુ બે હેક્ટર જમીન સુધી મર્યાદિત રાખવામાં આવી છે. જો કોઈ ખેડૂત અરજી કરશે તો પણ તેમને આ સહાયનો લાભ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને ખાસ રાહત મળશે એવી આશા છે.
ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 9 નવેમ્બરથી સરકાર ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે કરશે. સરકાર અંદાજે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની જણસી, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે. સરકારનો આ નિર્ણય પાક વેચાણમાં ન્યાય મળે અને ખેડૂતોને બજારમાં ઓછા ભાવના નુકસાનથી બચાવી શકાય તે માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.