અયોધ્યા દર્શન માટે શ્રદ્ધાળુઓના લાભાર્થે રાજ્ય સરકાર જાહેર કરી શકે છે રૂપિયા 5 હજારની સબસિડી- જુઓ વીડિયો
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મોટી સંખ્યામાં ભાવિકો અયોધ્યા જઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અયોધ્યા દર્શને જતા દર્શનાર્થીઓ માટે રાજ્ય સરકાર સબસિડીની જાહેરાત કરી શકે છે. શક્યતા છે કે રાજ્ય સરકાર પહેલા 10 હજાર શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે 5 હજાર રૂપિયાની સબસિડી આપશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જે બાદ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે અયોધ્યા દર્શન માટે રાજ્ય સરકાર શ્રદ્ધાળુઓ માટે સબસિડી જાહેર કરી શકે છે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વ્યક્તિ દીઠ રૂપિયા 5 હજારની સબસિડી આપી શકે. જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. જેમાં પહેલા 10 હજાર શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ શકશે. જેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવું પડશે.
રજિસ્ટ્રેશન માટે 1 ફેબ્રુઆરી સુધીમાં શરૂઆત થશે. શ્રદ્ધાળુઓ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકશે. અયોધ્યાના દર્શન કરીને આવ્યા બાદ યાત્રાળુઓએ જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. ત્યારબાદ 5 હજાર અથવા ખર્ચ થયો હશે. તે પૈકી જે ઓછી રકમ હશે તે ચૂકવવામાં આવશે.
આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ જણાવ્યું હતું કે સૌ ભક્તોમાં રામચંદ્રના દર્શન કરવાનો ઉત્સાહ છે, ત્યારે પ્રત્યેક નાગરિકો રામ લલ્લાના દર્શન કરી શકે. તે માટે સરકાર એક પછી એક વિવિધ વ્યવસ્થા કરશે.
Input Credit- Mehul Bhokalva- Surat
રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
