Gir Somnath: ST બસ ડ્રાઇવર વિના આપોઆપ દોડવા લાગતા મુસાફરોના જીવ અદ્ધર થયા, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ, જુઓ Video

Gir Somnath: ST બસ ડ્રાઇવર વિના આપોઆપ દોડવા લાગતા મુસાફરોના જીવ અદ્ધર થયા, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 20, 2023 | 5:26 PM

ગીરસોમનાથમાં ઉના ડેપોમાં આપોઆપ ST બસ દોડતી થઇ છે. ટેક્નિકલ ખામીના કારણે અચાનક ST બસ ચાલુ થઈ દોડી હતી.આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.

ગીરસોમનાથના ઉના ડેપોમાં થોડીવાર માટે ભાગદોડ મચી ગઇ હતી. એવી ઘટના બની હતી કે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા. એક પાર્ક કરેલી બસ ડ્રાઇવર વિના આપોઆપ દોડવા લાગતા મુસાફરોના જીવ અદ્ધર થયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે જેમાં જોઇ શકો છો કે ઉના બસ સ્ટેન્ડમાં 7 નંબરના પ્લેટફોમ પર ઉના-જાફરાબાદ રૂટની એસટી બસને ડ્રાઈવરે પાર્ક કરી હતી. ડ્રાઈવર બસ બંધ કરી નીચે ઉતરી ફ્રેસ થવા ગયા હતા. દરમિયાન બસ બંધ હોવા છતાં અચાનક આપ મેળે શરૂ થઈ જતાં બસ સીધી લોખંડની રેલીંગ સાથે અથડાઇ હતી.

આ પણ વાંચો : ગીરસોમનાથના તાલાલામાં વહેલી સવારે રોડ પર લટાર મારતી જોવા મળી સિંહણ- જુઓ Video

આ ઘટના દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી. બસમાં બેઠેલા તમામ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયાં હતાં…જો કે સમય સૂચકતાથી ડ્રાઇવરે તાત્કાલિક બસને બંધ કરતા જાનહાની ટળી હતી.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો