ગીરસોમનાથના તાલાલામાં વહેલી સવારે રોડ પર લટાર મારતી જોવા મળી સિંહણ- જુઓ Video
Gir Somnath: ગીરસોમનાથના તાલાલામાં રોડ પર સિંહણ લટાર મારતી જોવા મળી છે. વહેલી સવારના સુમારે તાલાલા વેરાવળ રોડ પર સિંહણની લટાર અહીં શોરૂમના સીસીટીવીમાં કેદ થઈ છે.
Gir Somnath: ગીરસોમનાથ અને અમરેલીની સીમમાં જતા તમને સિંહનો ભેટો ન થાય તો જ નવાઈ. ગીરસોમનાથના તાલાલા-વેરાવળ રોડ પર પણ આજે કંઈક એવુ જ જોવા મળ્યુ. વહેલી સવારે અહીં ટ્રેક્ટરના શો રૂમ પાસે સિંહણની લટારના દૃશ્યો સામે આવ્યા છે. શોરૂમના CCTV કેમેરામાં સિંહની લટાર મારતા દૃશ્યો સામે આવ્યા છે.
જો કે આ પ્રથમવાર નથી કે સિંહ અહીં જોવા મળ્યા હોય. ગીરસોમનાથ અને તાલાલા બાજુના વાડી વિસ્તારમાં અવારનવાર સિંહોના આંટાફેરાના દૃશ્યો સામે આવતા રહે છે.
આ પણ વાંચો: Amreli: ગેરકાયદે લાયન શો અને પજવણી કરાવનારા ચેતી જાય, 7 વર્ષ સુધીની થશે સજા, ધારી પૂર્વ DCFની કડક તાકીદ
આ તરફ ગેરકાયદે કરવામાં આવતા લાયન શો ને લઈને પણ ફોરેસ્ટ વિભાગ હવે સખ્ત બન્યુ છે. ધારી ગીર પૂર્વના DCF રાજદીપસિંહ ઝાલાએ લોકોને સિંહોની પજવણી ન કરવા તાકીદ કરી છે. ગેરકાયદે લાયન શો કરાવી સિંહોની પજવણી કરનારાને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને જે પકડાશે તે 7 વર્ષ સુધી જેલમાં સબડશે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો