AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ઓફિસ જલદી પહોંચવાના ચક્કરમાં છોકરીએ પોતાનો જીવ જોખમમાં મુકી કરી મુસાફરી, જુઓ Viral Video

વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં ભીડને કારણે એક છોકરી ફાટકના પગથિયાં પર અડધો પગ રાખીને મુસાફરી કરતી જોવા મળી રહી છે. તમે વીડિયો જોઈને અંદાજ લગાવી શકો છો કે તે કેટલું જોખમી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Watch: ઓફિસ જલદી પહોંચવાના ચક્કરમાં છોકરીએ પોતાનો જીવ જોખમમાં મુકી કરી મુસાફરી, જુઓ Viral Video
risk of travel see VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:20 AM
Share

સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો રોજબરોજ વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો આપણને ઘણુ બધુ શિખવી જાય છે પણ ક્યારે લોકોની મુર્ખામી પણ આવા જ વીડિયોમાં જોવા મળે છે. આપણે ઘણીવાર કેટલાક લોકો ઉતાવળમાં કેટલાક કામ કરતા જોયા છે ત્યારે ઉતાવળમાં લીધેલા નિર્ણયો અને કામ ક્યારે જોખમી સાબિત થઈ શકે છે અને કેટલીક વાર લોકોને આમ આપડે જીવ જોખમમાં મૂકતા જોયા છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વીડિયો આવતા રહે છે, જેને જોઈને ઘણી વખત લોકો દંગ રહી જાય છે. હાલમાં જ આવો જ એક ચોંકાવનારો વીડિયો લોકોના હોશ ઉડાવી રહ્યો છે, જેમાં મુંબઈની લોકલ ટ્રેનની ભીડ વચ્ચે એક છોકરી ટ્રેનમાં જગ્યા ના મળી તો ટ્રેનના ગેટ પર લટકીને મુસાફરી કરતી જોવા મળી હતી.

જીવના જોખમે કરી મુસાફરી

વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં ભીડને કારણે એક છોકરી ટ્રેનની ગેટના પગથિયાં પર અડધો પગ રાખીને મુસાફરી કરતી જોવા મળી રહી છે. તમે વીડિયો જોઈને અંદાજ લગાવી શકો છો કે તે કેટલું જોખમી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેને ધક્કો મારતાની સાથે જ યુવતી અકસ્માતનો શિકાર બની શકે છે. ત્યારે આમ હોવા છતાં, તે આ જોખમ ઉઠાવી રહી છે, તે પણ એટલા માટે કે તે સમયસર તેની ઓફિસ પહોંચી શકે. કેપ્શન અનુસાર, આ વીડિયો મુંબઈની લોકલનો જણાવવામાં આવી રહ્યો છે.

વીડિયો થયો વાયરલ

લોકલ ટ્રેનોમાં વારંવાર થતા અકસ્માતો પછી પણ લોકો તેમાંથી શીખવાને બદલે બેદરકારી દાખવતા નથી. ઘણી વખત, ટ્રેન ચૂકી જવાને બદલે અને આગલી ટ્રેનની રાહ જોવાને બદલે, લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરતા જોવા મળે છે, જે તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે. જો કે રેલ્વે દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, તેમ છતાં તેના લોકો આ રીતે મુસાફરી કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 22 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">