Botad : સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર, જુઓ Video

| Edited By: | Updated on: Nov 02, 2024 | 2:01 PM

બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ખાતે પણ ભક્તોનું ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગારમાં આવ્યું છે.

રાજ્યભરમાં આજે નવા વર્ષને લોકો ઉત્સાહભેર ઉજવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ખાતે પણ ભક્તોનું ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે.

સાળંગપુરમાં દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. હનુમાનજીને વિશેષ પૂજન અર્ચન સાથે અન્નકૂટ ધરાવાયો છે. શનિવારના દિવસે નૂતન વર્ષ હોવાથી દાદાના શરણે લાખો ભક્તો આવી પહોંચ્યા હતા. મંદિરના કોઠારી અને શાસ્ત્રી સ્વામીએ ભક્તોએ આશીર્વાદ પાઠવ્યા છે.

ગોંડલ BAPS મંદિરમાં મહંત સ્વામી મહારાજ રહ્યાં હાજર

બીજી તરફ નવા વર્ષ નિમિત્તે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. ત્યારે ગોંડલમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવાયો હતો. અક્ષરમંદિરમાં ભગવાન સ્વામિનારાયણને વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ, જાતજાતના શાક, આઈસક્રીમ, જ્યુસ સહિતની વાનગીઓનો ભોગ ધરાવાયો હતો. હજારો ભક્તોએ આ પ્રસંગે મંદિરમાં દર્શન કર્યા અને નવા વર્ષ સુખાકારી જાય તેવા મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.