Vadodara Video : કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓને બચાવવા મનપાનો એક્શન પ્લાન, આ ખાસ સુવિધા કરાઈ

|

May 22, 2024 | 12:53 PM

હવામાન વિભાગે ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. દિવસે દિવસે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરતા તંત્ર એકશનમાં આવ્યુ છે.

હવામાન વિભાગે ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. દિવસે દિવસે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરતા તંત્ર એકશનમાં આવ્યુ છે. વડોદરા મનપાએ ગરમીથી બચવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

તકેદારીના ભાગરૂપે મનપાએ શ્રમિક તેમજ પાલિકાના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને બપોરના સમયે કામગીરીમાંથી મુક્તી આપવામાં આવશે. મનપાએ બાગ -બગીચાના સમયમાં પણ વધારો કર્યો છે. હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બગીચાઓ ખુલ્લા રખાશે. આ ઉપરાંત મનપાએ 34 સ્થળ પર ઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવશે. PHC અને CHC પર ORS પાઉડરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video