લો બોલો, વિમાનને બદલે અમદાવાદ એરપોર્ટના રેમ્પ પર દોડ્યા શ્વાન, એરપોર્ટ ઓથોરિટીએ શ્વાન પકડવા દોડાવી 4 જીપ, Viral Video જુઓ

|

Mar 10, 2023 | 12:02 PM

શ્વાન જોવા મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ રેમ્પ પરથી શ્વાનને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તાબડતોબ 4 જીપ દોડાવવામાં આવી અને શ્વાનને રન-વે પર જતા અટકાવામા આવ્યું હતું.

પક્ષીઓ, કપિરાજ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટના રેમ્પ પર શ્વાન જોવા મળ્યું હતું. શ્વાન જોવા મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ રેમ્પ પરથી શ્વાનને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તાબડતોબ 4 જીપ દોડાવામાં આવી અને શ્વાનને રન-વે પર જતા અટકાવામા આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે રેમ્પ પરથી શ્વાનને બહાર કાઢવાનો વીડિયો વાયરલ થતા ફરી એકવાર એરપોર્ટ ઓથોરિટીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad: આરોપીને પકડવા પોલીસે ફિલ્મી ઢબે કર્યો પીછો, પોલીસ પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ, એક આરોપી ઝબ્બે

7 સિનિયિર સિટિઝન ફ્લાઈટ ચુક્યા

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે મુસાફરો ફ્લાઈટ ચુકી ગયાની ઘટના સામે આવી હતી. સાત સિનિયિર સિટિઝન અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવાના હતા. પરંતુ, એરપોર્ટના સ્ટાફે તેમને ગેરમાર્ગે દોરીને બીજા ટર્મિનલ પર લઈ ગયા હતા. જેના કારણે તેમની ફ્લાઈટ ચુકી ગયા હોવાનો આક્ષેપ આ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્યો હતો. વહેલા પહોંચેલા મુસાફરો એરપોર્ટના સ્ટાફને વાંકને લીધે રઝળી પડ્યા હોવાનો આક્ષેપ લગાવ્યા હતા. એરપોર્ટના સ્ટાફે વરિષ્ઠ નાગરિકોને વ્હીલચેર આપ્યા વગર તેમને એરપોર્ટની અંદર ચલાવવાની સાથે જ સામાન પણ ઉપાડવામાં આવ્યો હતો.

Next Video