Monsoon 2023 : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ, દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો, જૂઓ Video

Monsoon 2023 : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ, દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:16 AM

સમગ્ર ઓગસ્ટ મહિનો નહીંવત જેવા વરસાદ બાદ હવે મેઘરાજાની કૃપા ફરીથી ગુજરાત પર વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 30 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

Rain Update : રાજ્યમાં વરસાદનો (Rain) વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. સમગ્ર ઓગસ્ટ મહિનો નહીંવત જેવા વરસાદ બાદ હવે મેઘરાજાની કૃપા ફરીથી ગુજરાત પર વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 30 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડી અને ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ શહેર અને કપરાડામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો-Janmashtami : રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયોનો ગુંજશે નાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.લાંબા વિરામ બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ સહિતના પાકને જીવતદાન મળ્યું છે. ગઇકાલે ભરૂચ શહેરના અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.નવસારીના ચીખલી અને ખેરગામમાં અઢી ઇંચ વરસાદ ખાબકયો છે.આ તરફ વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ડભોઈના જનતાનગર, નવીનગરી, મહેતા પાર્ક, નવાપુરા, ચનવાડા, વઢવાણા, કુકડ, સિંધિયાપુરા, કુંઢેલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

ધોધમાર વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાતા લોકો થયા પરેશાન થયા હતા.બીજી તરફ અરવલ્લીના માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, મોડાસા અને શામળાજી પંથકમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">