અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે સોનલ પટેલની પસંદગી, નામ આવતા જ કોંગ્રેસમાં ઉકળતો ચરૂ – જુઓ Video

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે સોનલ પટેલની પસંદગી, નામ આવતા જ કોંગ્રેસમાં ઉકળતો ચરૂ – જુઓ Video

| Edited By: | Updated on: Jun 22, 2025 | 7:13 PM

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત સાથે જ વિવાદ વકર્યો છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસે સોનલ પટેલની પસંદગી થતાં, અન્ય દાવેદારોએ કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત સાથે જ વિવાદ વકર્યો છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસે સોનલ પટેલની પસંદગી થતાં, અન્ય દાવેદારોએ કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આ વાતને લઈને સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકરોએ રોષ ઠાલવ્યો છે.

કોંગ્રેસ પ્રમુખની રેસમાં રહેલા રાજુ પટેલે બળાપો ઠાલવ્યો છે. વોર્ડ પ્રમુખો કે હોદ્દેદારોની સહમતિ વગર સોનલબેનની પસંદગી થઇ હોવાનું રાજુ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. બીજી તરફ, કાર્યકરોના રોષને ઠારવવા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલના પ્રયાસો તેજ કર્યા છે.

રાજ પટેલે ઠાલવ્યો બળાપો

રાજ પટેલના બળાપા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર મેદાનમાં આવ્યા અને પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા પારદર્શક રીતે કરી હોવાનો દાવો કર્યો છે. રાજુ પટેલનું એવું પણ કહેવું છે કે, લીડરોના માનીતા લોકોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં એ પણ કહ્યું કે, આંખ પર પટ્ટી બાંધીને પસંદગી કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. આટલી રજૂઆતો સાંભળ્યા બાદ પણ કોંગ્રેસનું વિઝન દેખાતું નથી. આ સિવાય રાજુ પટેલનું એવું પણ કહેવું છે કે, ઘોડાના ઠેકાણાને જ તાળા મારી દીધા હોય એમ લાગે છે.

મહિલાઓની ભાગીદારી વધશે: સોનલ પટેલ

જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રથમવાર કોઈ મહિલાને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી રહી છે. સોનલબેન પટેલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પદે પસંદગી પામતા નિવેદનમાં કહ્યું કે, રાજનીતિ પુરુષ પ્રાધાન્ય વાળું છે ત્યાં મહિલાઓની ભાગીદારી વધારવાનો પ્રયત્ન કરીશ.

બીજું કે, મેડિકલ સહિતના ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધ્યો છે. જો કે, તેમણે એ પણ કહ્યું કે, રાજનીતિમાં મહિલાઓને આગળ લાવીશું. લોકલ બોડીમાં મહિલા અનામત હોવાથી જાહેર જીવનમાં મહિલાઓ આગળ આવે એ જરૂરી છે.

Input Credit- Naredra Rathod- Ahmedabad

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો