Gir Somnath : આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો થશે પ્રારંભ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા
જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના હસ્તે પંચદિવસીય મેળાનું ઉદઘાટન કરાશે. પાંચ દિવસ સુધી યોજાનાર આ મેળામાં સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી લોકો ઉમટી પડશે.
આજથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પારંપરિક કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. સાંજે ઢોલ-શરણાઈ, મંત્રોચ્ચાર અને આતશબાજીની પંચદિવસીય મેળાનું ઉદઘાટન કરાશે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના હસ્તે પંચદિવસીય મેળાનું ઉદઘાટન કરાશે. પાંચ દિવસ સુધી યોજાનાર આ મેળામાં સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી લોકો ઉમટી પડશે. આ મેળામાં વિવિધ પ્રકારના ચગડોળ, ખાણીપીણીના સ્ટોલ તેમજ હસ્તકલાની પ્રદર્શનીઓ મુકવામાં આવશે.
મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટશે
બીજી તરફ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ઉજવવામાં આવતો પારંપરિક કાર્તિકી પૂર્ણિમા મેળાનો અવકાશી નજારો જોવા મળ્યો. ડ્રોનમાં કેદ થયેલો મેળાનો અદભૂત નજારો જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવો દ્રશ્યમાન થઇ રહ્યો હતો. મેળાના પાંચ દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે.
