22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક હિલચાલ, સુરક્ષા એજન્સીઓનું ભારતીય જળસીમા નજીક ફિશિંગ ન કરવા માછીમારોને કર્યુ સૂચન

22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક હિલચાલ, સુરક્ષા એજન્સીઓનું ભારતીય જળસીમા નજીક ફિશિંગ ન કરવા માછીમારોને કર્યુ સૂચન

| Edited By: | Updated on: Jan 12, 2024 | 10:25 PM

પોરબંદર: માછીમારને જાગૃત કરવા સુરક્ષા એજન્સીઓએ સૂચના જારી કરી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગેરકાનુની પ્રવૃતિ થવાની આશંકાને પગલે માછીમારોને એલર્ટ કરાયા છે અને ભારતીય જળસીમા નજીક માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

પોરબંદર: અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી ગેરકાનુની પ્રવૃતિ થવાની શક્યતાને પગલે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સીએ ભારતીય જળસીમા નજીક ફિશિંગ ન કરવા સૂચના આપી છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને ધ્યાને રાખી સમુદ્રમાં કોઈ હિલચાલ થવાની આશંકા સેવાઈ છે.

આ પણ વાંચો:  કબુતરબાજી મામલે ગુજરાત, દિલ્હી સહિત 14 એજન્ટ સામે નોંધાયો ગુનો, એક વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓને અમેરિકા પહોંચાડ્યા હોવાનો ચોંકાવનારો ખૂલાસો

સુરક્ષા એજન્સીઓએ માછીમારોને અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો તુરંત એજન્સીને જાણ કરવા અપીલ કરી છે. માછીમાર બોટ એસોસિએશન દ્વારા પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે.

પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો