દેવભૂમિદ્વારકા વીડિયો: ગુનાહિત પ્રવૃતિઓને ડામવા જિલ્લા પોલીસે સલાયા બંદર પાસે લગાવ્યા સોલાર કેમેરા

દેવભૂમિદ્વારકા વીડિયો: ગુનાહિત પ્રવૃતિઓને ડામવા જિલ્લા પોલીસે સલાયા બંદર પાસે લગાવ્યા સોલાર કેમેરા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 3:16 PM

દેવભૂમિદ્વારકામાં દરિયાઈ પટ્ટીમાં ગુનાહિત પ્રવૃતિઓને ડામવા જિલ્લા પોલીસે હાઈટેક પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સોલાર કેમેરા નેટવર્ક ઉભું કર્યું છે. સલાયાના અનેક લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા છે. જે સૂર્યના કિરણોથી ચાલશે. આ દરિયાઈ વિસ્તારમાં ભૂતકાળમાં ડ્રગ્સ, હથિયાર, દાણચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. જેને લઈને પોલીસે સતર્કતા વધારી સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં અવારનવાર ગુનાહિત પ્રવૃતિઓ સામે આવતી હોય છે. જેને રોકવા માટે ગુજરાત પોલીસ તેમજ સરકાર અવનવા પ્રયત્નો હાથ ધરતી હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ દ્વારકા પોલીસે સુરક્ષા માટે વધુ એક પ્રયત્ન કર્યો છે.  દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ પટ્ટીમાં ગુનાહિત પ્રવૃતિઓને ડામવા જિલ્લા પોલીસે હાઈટેક પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સોલાર કેમેરા નેટવર્ક ઉભું કર્યું છે.

સલાયાના અનેક લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા છે. જે સૂર્યના કિરણોથી ચાલશે. આ દરિયાઈ વિસ્તારમાં ભૂતકાળમાં ડ્રગ્સ, હથિયાર, દાણચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. જેને લઈને પોલીસે સતર્કતા વધારી સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસ દ્વારા ફિશિંગ બોટનું અવારનવાર ચેકિંગ કરાઈ રહ્યું છે. ત્યારે હવે પોલીસે દરિયાઈ વિસ્તાર પર CCTVથી ચાંપતી નજર રાખશે. જેનું મોનિટરિંગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કરશે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 03, 2024 03:15 PM
g clip-path="url(#clip0_868_265)">