Gujarati Video : વડોદરાના ગોત્રીમાં પાન પાર્લર પર SOGના દરોડા, નશાકારક આયુર્વેદિક સિરપ અને વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
વડોદરાના SOGએ ગોત્રીના પાન પાર્લર પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી નશો કરવામાં વપરાતી આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ગોત્રીમાં આવેલુ હરિઓમ પાન પાર્લરમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી.
Vadodara : રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છે. છતા દારુ અને અન્ય નશાકારક પદાર્થો મળી આવે છે. પરંતુ હદ તો થાય છે જ્યારે આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાય છે. વડોદરાના SOGએ ગોત્રીના પાન પાર્લર પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી નશો કરવામાં વપરાતી આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Vadodara: વિદ્યાર્થીનીઓને અશ્લિલ વીડિયો બતાવનાર પાદરાની પ્રાથમિક શાળાનો આચાર્ય સસ્પેન્ડ, શિક્ષણાધીકારીની કાર્યવાહી
ગોત્રીમાં આવેલુ હરિઓમ પાન પાર્લરમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી. નશાકારક કફ સિરપ ઉપરાંત પાન પાર્લરમાંથી વિદેશી સિગારેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ અગાઉ રાજકોટ માંથી પણ નશાકારક આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો હતો.