AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: SOGએ છાણી વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર પર પાડ્યા દરોડા, બેની અટકાયત, જુઓ Video

Vadodara: SOGએ છાણી વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર પર પાડ્યા દરોડા, બેની અટકાયત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 11:11 PM
Share

વડોદરાના છાણીમાં વડોદરા SOGએ કરવાહી કરી છે. એમ ડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં છાણી વિસ્તારમાંથી 58 ગ્રામ હેરોઇન સાથે બેની અટકાયત કરાઈ છે.

Vadodara SOG: વડોદરાના છાણીમાં વડોદરા SOGએ દરોડા પાડ્યા છે. એમ ડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં વડોદરા SOGએ છાણી વિસ્તારમાંથી હેરોઇન ઝડપી પાડ્યું હતું. મહત્વનુ છે કે સ્થળ પરથી 58 ગ્રામ હેરોઇન સાથે બે ની અટકાયત કરવામાં આવી છે. 2.91 લાખની કિંમતનું હેરોઇન તથા અન્ય મુદ્દામાલ સાથે બેની અટકાયત કરવામાં આવી છે. છાણી ટીપી 13 માં વસુંધરા સોસાયટીના ઘરમાં ડ્રગ્સ હોવાનું પોલીસને બાતમી મળી હતી.

આ પણ વાંચો  : ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ગુમ થયા બાદ તંત્ર થયું સાબદુ, યુનિવર્સિટી લાવશે નવી એસઓપી, જુઓ Video

મૂળ પંજાબના બે શખ્સો ભાડે મકાન રાખી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જે અંગે SOGને નક્કર ઈનપુટ મળ્યા હતા. જેથી ગુપ્ત ઓપરેશન પાર પડી SOG પોલીસે આ સમગ્ર ભાંડો ફોડયો હતો. મહત્વનું છે કે સંદીપ રંધાવા નામના શખ્સ દ્વારા અહીથી નશાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. મૂળ પંજાબના જીતેન્દ્ર ઉર્ફે હેપ્પી મટ્ટુ તથા સંદીપ રંધાવાની અટકાયત કરવામાં આવી છે. બંને વિરુદ્ધ ફતેહગંજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે આ સાથે જોડાયેલી વિવિધ કડી અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">