Rajkot News : સોની બજારમાં રજીસ્ટ્રેશન વગર બંગાળી કારીગરોને કામ પર રાખનાર પર પોલીસની તવાઈ, જુઓ Video
રાજકોટમાં બંગાળી કારીગરોને લઈને પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે. રજીસ્ટ્રેશન વગર બંગાળી કારીગરોને કામ પર રાખનાર વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. SOG અને એ ડિવીઝન પોલીસે સોની બજારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 27 થી વધારે લોકો જાહેરનામાં ભંગના કેસ દાખલ થયા છે. જો કે ગત વર્ષે 2 જેટલા આતંકીઓ બંગાળી કારીગરોના વેશમાં ઝડપાયા હતા. રાજકોટના સોની બજારના અગ્રણી વેપારી મયૂર સોનીના જણાવ્યા અનુસાર આશરે 50,000 જેટલા બંગાળી કારીગરો સોની બજારમાં કામ કરતા હોવાનું સામે આવ્યુ છે.
તેમના જણાવ્યા અનુસાર જો થોડો સમય આપવામાં આવે તો બધા જ કારીગરો પોતાના દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં સરળતાથી રજૂ કરી શકે છે. આ સાથે જ મયૂર સોનીએ જણાવ્યુ કે વેપારીની ફરજમાં આવે છે કે જો પરપ્રાંતિયો કારીગરો કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન કરવવુ જરુરી છે.