મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ વીડિયો
મહેસાણાના નંદાસણ હાઇવે પર ગણેશપુરા નજીક યુવકને એક વાહનમાંથી ઝડપી લીધો હતો. SOG પોલીસને મળેલી બાતમી મુજબ વાહન પાસે ટીમ પહોંચી હતી, જેમાં બેસેલ એક યુવકને ઝડપી લેતા તેની પાસેથી એમડી ડ્રગ્સયનો જથ્થો મળી આવ્યો હતો.
મહેસાણા SOG ટીમ દ્વારા MD ડ્ર્ગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. મહેસાણાના નંદાસણ હાઇવે પર ગણેશપુરા નજીક યુવકને એક વાહનમાંથી ઝડપી લીધો હતો. SOG પોલીસને મળેલી બાતમી મુજબ વાહન પાસે ટીમ પહોંચી હતી, જેમાં બેસેલ એક યુવકને ઝડપી લેતા તેની પાસેથી એમડી ડ્રગ્સયનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી યુવક પાસેથી 58 ગ્રામ જેટલું MD ડ્રગ્સ ઝડપાયું હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 લાખ 80 હજાર જેટલી માનવામાં આવી રહી છે. SOG ની ટીમે આરોપીને ઝડપી લઈ તે ક્યાંથી આ જથ્થો લાવ્યો હતો એ અંગેની તપાસ શરુ કરી છે. સાથે જ અન્ય કેટલા લોકો સામેલ છે એ અંગે પણ તપાસ પોલીસે શરુ કરી છે.
આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ
Latest Videos