Gujarati Video : અમદાવાદની ભોગીલાલની ચાલીમાં SMCના દરોડા, દારૂ અને વાહન સહિત કુલ 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી દારુ ઝડપાયો છે. સિવિલ હોસ્પિટલની સામે આવેલી ભોગીલાલની ચાલીમાં દારૂ વેચાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 3 લોકોની ધરપકડ કરી છે.
આમ તો ગુજરાતમાં ( Gujarat ) દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી દારુ ઝડપાયો છે. સિવિલ હોસ્પિટલની સામે આવેલી ભોગીલાલની ચાલીમાં દારૂ વેચાતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 3 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: નારણપુરા ખાતે અત્યાધુનિક જીમ તથા લાઈબ્રેરીનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન, જુઓ Photos
બુટલેગર પોતાના ઘર અને ગલ્લા પર દારૂનું વેચાણ કરતો હતો. SMCની ટીમે ગલ્લા પર દારૂ વેચનાર, ગલ્લાનો નોકર અને ગલ્લો ભાડે આપનારની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય બુટલેગર, ઘર માલિક અને દારૂનો જથ્થો આપી જનાર ફરાર થઈ ગયા છે. SMCએ 1 લાખથી વધુની કિંમતની 1,140 બોટલ જપ્ત કરી છે. દારૂ અને વાહન સહિત કુલ 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
