Ahmedabad Video : ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ, SMCએ લાખ્ખો રુપિયાનો દારુ જપ્ત કર્યો, 2ની ધરપકડ
અમદાવાદમાં ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ છે. SMCએ સનાથલ ટોલ ટેક્સ પાસેથી પસાર થતી કારમાંથી દારુનો જથ્થો ઝડપ્યો છે. દારુ અને કાર સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાં ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ છે. SMCએ સનાથલ ટોલ ટેક્સ પાસેથી પસાર થતી કારમાંથી દારુનો જથ્થો ઝડપ્યો છે. દારુ અને કાર સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓએ કારમાં કાળુ પ્લાસ્ટિક ઢાંકી દારુ રાખ્યો હતો. પોલીસે કારના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદમાંથી પણ દારુનો જથ્થો ઝડપાયો છે. બુટલેગરોએ ટ્રેકટરની ટ્રોલીની નીચે દારૂ સંતાડી દારૂની હેરફેરી ઝડપાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. નાના ચિલોડા બ્રિજ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે દારુ ભરેલુ ટ્રેકટર ઝડપ્યુ હતુ.
Published on: May 17, 2024 05:03 PM
