Kheda : દારૂની પાર્ટી પર પોલીસની રેડ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત છ લોકોની ધરપકડ

| Edited By: | Updated on: Jan 28, 2022 | 6:30 AM

ખેડા પોલીસે ગૌતમ ચૌહાણ સહિત 6  લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા આ .તમામ લોકોને ખેડા ટાઉન પોલીસ લાવવામાં આવ્યા છે. જ્યાં તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ખેડાના(Kheda)  કતકપુરમાં દારૂની મહેફિલ(Liquor Party)  પર પોલીસે દરોડા પાડ્યા છે.જેમાં મહેદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ(Gautam Chauhan)  નશાની હાલતમાં ઝડપાયા હતા. પોલીસે ગૌતમ ચૌહાણ સહિત 6  લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા આ .તમામ લોકોને ખેડા ટાઉન પોલીસ લાવવામાં આવ્યા છે. જ્યાં તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કહ્યું, હું તો મારા મતદારોને મળવા જતો હતો.હું કોઇ દિવસ પીતો નથી.મારી સાથે રાજકીય કાવતરું કરવામાં આવ્યું છે. પોલીસ મારા મેડિકલ ટેસ્ટ પણ કરાવી શકે છે.

ગુજરાતમાં અનેક સ્થળોએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક સ્થળોએ દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. તેમજ તેમાં અનેક કેસ પણ કર્યા છે. આ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પકડાઈ છે તે પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહી કરવામાં આવે છે.જેની બાદ ખેડા શહેરમાં પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં દારૂની હેરાફેરી નજર રાખવામાં આવી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગેરકાયદે દારૂની હેરફેર પર નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં હાલ દારૂબંધી છે. જો થોડા સમય પૂર્વે દારૂબંધી અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું કે ગુજરાતમાં ગેરકાયદે દારૂ ધૂમ વેચાય છે.રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છૂટથી દારૂનું વેચાણ થાય છે.જો દારૂને કાયદેસર કરવામાં આવે તો સરકારને ટેક્સ રૂપી ફાયદો મળે.

આ પણ વાંચો :  અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો

આ પણ વાંચો :  Bharuch : વિદેશ જવાની ધેલછામાં જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્લાન ઘડયો, પોલીસે 2 કલાકમાં ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડી જેલના સળિયા ગણાવ્યા