જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે ભૂવો, 15 દિવસથી પડેલા ભુવાને લઈ લોકોને હાલાકી, જુઓ Video
જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે મસમોટો ભૂવો પડ્યો છે. 15 દિવસથી ભૂવો પડ્યો છતાં કામગીરી નથી થઇ જેને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ-8ના કોર્પોરેટર મનપા કર્મીઓ પર બગડ્યા છે.
જૂનાગઢના ચિત્તખાના પાસે છેલ્લા 15 દિવસથી ભૂવો પડ્યો છે. જે બાદ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રજાક હાલાએ મનપાના અધિકારી અને કર્મચારીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભૂવો પડ્યો (sink hole) હોવાને લઈ કોર્પોરેટર રજાક હલાએ મનપાના કર્મીઓએ ખખડાવ્યા. અનેક દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં મનપાના કર્મીઓએ અત્યાર સુધી મુલાકાત નથી લીધી.
આ પણ વાંચો : જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
જે બાદ રજાક હાલાએ મનપાના કર્મીઓને ઘટનાસ્થળે રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરવામાં આવે નહીં તો ખાડાના લીધે કેટલાંક અકસ્માત અને દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોમાસાનો મોસમ છે, ખાડામાં પાણી ભરાવાને લઇ દુર્ઘટના સર્જાઈ શકે છે. જૂનાગઢમાં થોડા દિવસ પહેલા જ એક મોટી દુર્ઘટના બની છે, ત્યારે વધુ એક દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News