Gujarat Election: લોક ગાયક જીગ્નેશ કવિરાજ વિધાનસભાની ચૂંટણી લડશે, જાણો કઇ બેઠક પર કરી શકે છે ઉમેદવારી
લોક ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે તેવી માહિતી મળી રહી છે. ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી (Assembly Election) લડશે. ત્યારે આ અંગે જીગ્નેશ કવિરાજે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષ તરીકે હું દાવેદારી કરીશ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હવે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજ (બારોટ) ચૂંટણી લડશે.
લોક ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે તેવી માહિતી મળી રહી છે. ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડશે. ત્યારે આ અંગે જીગ્નેશ કવિરાજે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષ તરીકે હું દાવેદારી કરીશ.
સ્થાનિક લોકોના પ્રશ્નોને ધ્યાને લઈને હું ચૂંટણી લડીશ. જીગ્નેશ કવિરાજે એમ પણ જણાવ્યુ કે, હું કોઈ પક્ષનો માણસ નથી. ચૂંટણી લડવા મેં કોઈનો સંપર્ક કર્યો નથી. હું દરેક સમાજને સાથે લઈને ચાલનારો માણસ છું. તેમણે એમ પણ જણાવ્યુ કે મે ઉમેદવારી ભરવા માટેની કોઈ તારીખ નક્કી કરી નથી. પાણી, રસ્તા અને અન્ય મુદ્દાઓને લઈને ચૂંટણી લડીશ. મારા ગામનું સારૂ થાયે તે માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત ચૂંટણી 2022 મહાજંગમાં ખેરાલુ બેઠકની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોરનો દબદબો છે. ઓબીસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠકની બીજી એક ખાસ બાબત એ પણ ઉડીને આંખે વળગે એવી છે કે આ બેઠક પર શંકરજી ઠાકોર પરિવારે વર્ષો સુધી રાજ કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષમાં આ પરિવારે જીત મેળવી ધારાસભ્ય પદ મેળવ્યું છે. જો કે હવે અહીં જીગ્નેશ કવિરાજ અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે, ત્યારે જોવુ રહ્યુ કે તેમને અહીં જનતાનો પ્રેમ કેટલો મળે છે.
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
