અમદાવાદના શોરૂમમાં ચોરી કપડાંની ચોરતી ત્રણ મહિલા ઝડપાઈ, જુઓ CCTV

અમદાવાદના શોરૂમમાં ચોરી કપડાંની ચોરતી ત્રણ મહિલા ઝડપાઈ, જુઓ CCTV

| Updated on: Nov 27, 2025 | 8:17 PM

મહિલાઓ કોઈ પણ ખરીદી કર્યા વગર તરત જ શોરૂમમાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે શોરૂમ સ્ટાફે ડ્રેસનો સ્ટોક ચેક કર્યો, ત્યારે તેમને પાંચ ડ્રેસની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ,

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક શોરૂમમાં ચોરીનો અસામાન્ય કિસ્સો સામે આવ્યો છે, જેમાં ત્રણ મહિલાઓએ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કર્યો અને હાથફેરો કરીને ફરાર થઈ ગઈ. આ ઘટનાએ શોરૂમના માલિકો અને સ્ટાફની ઉંઘ ઉડાડી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને શોરૂમમાં આવી હતી અને ડ્રેસ પસંદ કરવા લાગી હતી. આ શાતિર મહિલાઓ વારાફરતી ટ્રાયલ રૂમમાં ડ્રેસ ચેક કરવા ગઈ હતી. આ દરમિયાન, તેમણે સ્ટાફની નજર ચૂકવીને સ્ટોકમાંથી કુલ પાંચ કિંમતી ડ્રેસની ચોરી કરી હતી.

ચોરીને અંજામ આપ્યા બાદ, આ મહિલાઓ કોઈ પણ ખરીદી કર્યા વગર તરત જ શોરૂમમાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે શોરૂમ સ્ટાફે ડ્રેસનો સ્ટોક ચેક કર્યો, ત્યારે તેમને પાંચ ડ્રેસની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. શોરૂમ માલિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર મહિલાઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો