Surat : ખ્વાજાનગરમાં લાગ્યા વિવાદાસ્પદ બેનર, જુઓ Video

|

Jun 01, 2023 | 2:10 PM

સુરતના ખ્વાજાનગરમાં અમુક વિચિત્ર શબ્દો સાથેનાં બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘ક્યા કરતી હૈ બહેન/ બેટીયા મોબાઈલ મે?’ બેનરની અંદર ‘લવ ટ્રેપ’ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Surat : સુરતના મુસ્લિમ વિસ્તાર ખ્વાજાનગરમાં લાગેલા બેનરને કારણે અનેક અટકળો શરૂ થઈ છે. ખ્વાજાનગરમાં અમુક વિચિત્ર શબ્દો સાથેનાં બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘ક્યા કરતી હૈ બહેન/ બેટીયા મોબાઈલ મે?’. બેનરની અંદર ‘લવ ટ્રેપ’ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat: હાય રે બેરોજગારી ! સફાઈ કામદારની નોકરી મેળવવા ઉચ્ચ શિક્ષણની વિગતો છુપાવી, બેસ્ટ કર્મચારીનો એવોર્ડ પણ મેળવ્યો, ભાંડો ફુટતા પોલીસ સ્ટેશનના પગથિયા ગણ્યા

જો કે, એ કયા કારણથી કરવામાં આવ્યો છે. તેને લઈને કોઈ સ્પષ્ટતા દેખાતી નથી. બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે, દિન શિખાવો એટલે કે ધર્મ અંગેની તાલીમ આપી, ધર્મ તરફ વાળીને તેમને બચાવો એ પ્રકારની વાત કરવામાં આવી છે. મોબાઈલનો ઉપયોગ કરતી હોવાને કારણે ધર્મથી દૂર જતી હોય એવી વાત લખવામાં આવી છે.

લવ ટ્રેપની ઘટનાઓ માટે જવાબદાર કોણ જેવા વેધક સવાલ પણ ઉઠાવ્યા

સુરત અને વડોદરામાં દીકરીઓને મોબાઇલની લત છોડાવવા અપીલ કરાઇ હોય તેવુ સામે આવ્યુ છે. નામ-ઠામ વગરના બેનરમાં લવ ટ્રેપની ઘટનાઓ સામે ચેતવણી આપતી સૂચનાઓ દર્શાવવામાં આવી છે અને લવ ટ્રેપની ઘટનાઓ માટે જવાબદાર કોણ જેવો વેધક સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. આ બેનર કોણે અને કેમ લગાવ્યા છે તે જાણી શકાયું નથી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video