Rajkot Video : ત્રિશુળ ચોકમાં પુરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત, એકનું મોત, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

Rajkot Video : ત્રિશુળ ચોકમાં પુરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત, એકનું મોત, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

| Edited By: | Updated on: Mar 01, 2024 | 12:05 PM

રાજકોટના સહકાર રોડ પર આવેલા ત્રિશુળ ચોકમાં અકસ્માતની ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જોયો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતા એક મોટરસાયકલ અને એક રાહદારીને અડફેટે લીધા છે. જેમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે.આવી જ અકસ્માતની ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના સહકાર રોડ પર આવેલા ત્રિશુળ ચોકમાં અકસ્માતની ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જોયો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતા એક મોટરસાયકલ અને એક રાહદારીને અડફેટે લીધા છે.  જેમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. જેમાં સારવાર દરમિયાન રાહદારીનું મોત નિપજ્યુ છે. આ સમગ્ર ઘટનાના ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી આધારે પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.

બીજી તરફ આ અગાઉ વલસાડના વાઘલધરા પાસે ટેન્કરમાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની આ ઘટનાના CCTV સામે આવ્યા છે. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. ટેન્કર પલટ્યા બાદ રેલિંગ સાથે અથડાતા આગ લાગી હતી. કન્ટેનર પાછળ ચાલતી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 01, 2024 12:01 PM