ભાવનગરમાં રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ! તળાજા હાઇવે પર ઢોરે અડફેટે લેતા 21 વર્ષીય યુવકનું મોત, લોકોમાં ભારે રોષ – જુઓ Video

ભાવનગરમાં રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ! તળાજા હાઇવે પર ઢોરે અડફેટે લેતા 21 વર્ષીય યુવકનું મોત, લોકોમાં ભારે રોષ – જુઓ Video

| Edited By: | Updated on: Dec 20, 2025 | 6:59 PM

ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર ભડી ગામ નજીક રખડતા ઢોરની અડફેટે આવતા એક યુવાનનું મોત થયું છે. આ ઘટના બાદ ગામમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર સલામતી માટે તંત્ર પર દબાણ વધી રહ્યું છે.

ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર ભડી ગામની નજીક રખડતા ઢોરને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 21 વર્ષીય યુવક વિશ્વરાજસિંહ ગોહિલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ અકસ્માત બાદ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ હાઇવે પર વારંવાર રખડતા ઢોર વાહન ચાલકો અને મુસાફરો માટે ભયનું કારણ બની રહ્યા છે. ગાડીઓ સાથે અથડામણ પહેલા પણ ઘણી વખત થઈ ચૂકેલી છે પરંતુ હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

સ્થાનિક લોકો હાઇવે પરથી ઢોર હટાવવા માટે અને સુરક્ષાની વ્યવસ્થા કરવા માટે તંત્ર સામે રજૂઆત કરી રહ્યા છે. આ ઘટનાથી ગામમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર સલામતી માટે તંત્ર પર દબાણ વધી ગયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો