નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે તથ્ય ન હોવાનો પુત્ર શિવરાજ પટેલનો દાવો

નરેશ પટેલની વિધિવત કોંગ્રેસમાં(Congress) જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 30, 2022 | 9:53 PM

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચારોને પગલે હાલ રાજકારણ ગરમાયું છે. આ મામલે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઇને નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે (Shivraj Patel) રદિયો આપ્યો છે. અને, શિવરાજ પટેલે કહ્યું છેકે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે તથ્ય ન હોવાનો તેમણે દાવો કર્યો છે. નોંધનીય છેકે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ(Naresh Patel)  કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.

નરેશ પટેલની વિધિવત કોંગ્રેસમાં(Congress) જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે.વાત એવી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને CM પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ પ્રશાંત કિશોરની આજ સલાહ કોંગ્રેસે માની છે.

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોર ‘PODAM’ થીયરીને ગુજરાતમાં લાગુ કરી શકે છે…’PODAM’ થીયરી એટલે કે,,,પાટીદાર, OBC, દલિત, આદિવાસી અને મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની રણનીતિ બનાવી શકે છે.

આ પણ વાંચો :  Surat: કાપડ માર્કેટમાં તેજી પણ ટ્રકો ઉપલબ્ધ નહીં હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ગોડાઉનો અને માર્કેટોમાં 1500 ટ્રક જેટલા માલનો ભરાવો

આ પણ વાંચો :  Rajkot : રખડતા ઢોર મામલે સરકાર કાયદો લાવે તે પહેલા માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ, પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati