Surat: કાપડ માર્કેટમાં તેજી પણ ટ્રકો ઉપલબ્ધ નહીં હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ગોડાઉનો અને માર્કેટોમાં 1500 ટ્રક જેટલા માલનો ભરાવો
હોળી પછી બહારગામના વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે. હોળીના તહેવાર દરમ્યાન ગાડી- ટ્રકોની અછત ઊભી થઈ હોવાથી, યુપી, બિહાર સહિત અન્ય રાજયો સાથે સંકળાયેલાં ઘણાં ટ્રાન્સપોર્ટર્સે કામચલાઉ પાર્સલોનું બુકિંગ બંધ કર્યું છે.
હોળી-ધુળેટી પછી કાપડ બજાર (textile market) માં ભયંકર તેજી આવી છે. બહારગામ મોટી સંખ્યામાં પાર્સલો રવાના કરવામાં આવે છે. પરંતુ ટ્રકો (truck) ઉપલબ્ધ નહીં હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ગોડાઉનો (Transport godowns) અને માર્કેટોમાં 1500 ટ્રકો ભરાય તેટલા માલનો ભરાવો થયો છે. અત્યારે ટ્રાન્સપોર્ટર્સની સૌથી વધુ ખરાબ હાલત થઈ છે. એક બાજુ ટ્રાન્સપોર્ટ ગોડાઉનો પાર્સલો (Parcels) થી ફુલ થયાં છે. પરંતુ બીજી બાજુ ભાડાની ટ્રકો મળતી નથી. માર્ચ એન્ડિંગ હોવાને કારણે ટેકસટાઇલ સિવાયના અન્ય સેક્ટરોમાં ભાડાના ટ્રકોની માંગ ખુબ જ વધી ગઈ છે અને તેને કારણે ટ્રકોના ભાડામાં પણ વધારો થઇ ગયો છે.
હોળી પછી દર વર્ષે ટેક્સટાઈલ માર્કેટમાંથી ગુડસનું ડિસ્પેચિંગ એકદમ વધી જાય છે. આવું દર વર્ષે થાય છે. આનું કારણ એ છે કે હોળી-ધુળેટી પછી લગ્નસરાની સીઝન શરૂ થતી હોય છે, એમ સુરત જિલ્લા ટેક્સટાઇલ ગુડસ્ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેશલેએ જણાવ્યું હતું. વળી, હોળી પછી બહારગામના વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે. હોળીના તહેવાર દરમ્યાન ગાડી- ટ્રકોની અછત ઊભી થઈ હોવાથી, યુપી, બિહાર સહિત અન્ય રાજયો સાથે સંકળાયેલાં ઘણાં ટ્રાન્સપોર્ટર્સે કામચલાઉ પાર્સલોનું બુકિંગ બંધ કર્યું છે. ટ્રકો મળતી નહીં હોવાને કારણે જ ટ્રાન્સપોર્ટ ગોડાઉનો અને વેપારીઓના ગોડાઉન-દુકાનો પાર્સલોથી ફૂલ થયાં છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે-ત્રણ મહિના બાદ ફરી વધારો થતાં ટેક્સ્ટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટર્સે બુકિંગમાં 20 ટકાનો વધારો એપ્રિલથી કરવાનો નિર્ણય લીધો છે, એમ ટેક્સટાઈલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેશલેએ જણાવ્યું હતું. 3 દિવસ પહેલાં સુરત ટેક્સટાઈલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ની મિટીંગ મળી હતી. જેમાં ડીઝલના દરમાં કરવામાં આવેલા વધારા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ હોળી પછી લગ્નસરાની સિઝન શરૂ થતી હોવાથી, વેપારીઓ દ્વારા બહારગામ માટેના પાર્સલોનું ડિસ્પેચિંગ વધી જાય છે. હોળીના તહેવાર દરમ્યાન ગાડી (ટ્રક)ની અછત ઊભી થતી હોવાથી ટ્રકના ભાડાના દર વધી જાય છે અને ગાડી (ટ્રક)ઓ પણ મળતી નથી. તેથી ટ્રાન્સપોર્ટર્સને પાર્સલોનું બુકિંગ બંધ કરવું પડે છે. આને કારણે ટ્રાન્સપોર્ટર્સ બુકિંગના દર વધારવા માટે મજબૂર થઈ જાય છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ, FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી