શિવાંશની માતા મહેંદીના સંબંધીએ માંગી કસ્ટડી,કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

શિવાંશની માતા મહેંદીના સંબંધીએ માંગી કસ્ટડી,કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 12:53 PM

શિવાંગના સબંધીઓએ શિવાંગની કસ્ટડી માંગી છે. તેમજ શિવાંગની માતા અંગે પણ તપાસ કરવાની માંગ કરી છે

ગાંધીનગર શિવાંશ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેવા સમયે શિવાંશની માતા અંગે TV9 પાસે એક્સક્લુઝીવ માહિતી છે. તેમજ શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. શિવાંશની માતા વડોદરાની હોવાની શક્યતા છે.

તેવા સમયે શિવાંગના સબંધીઓએ શિવાંગની કસ્ટડી માંગી છે. તેમજ શિવાંગની માતા અંગે પણ તપાસ કરવાની માંગ કરી છે. જેમાં ટીવીનાઇન સાથેની વાતચીતમાં શિવાંગના માસીએ કહ્યું હતું કે શિવાંગ હોવાનું તેના ટી શર્ટ પરથી માલૂમ પડ્યું હતું. તેમજ તેની બાદ તેમની બહેન મહેંદીને ફોન લગાવ્યો હતો. પરંતુ તેનો કોઇ જવાબ આવ્યો નથી. તેના મેસેજનો પણ કોઇ રિપ્લાય આવ્યો નથી.

જેના પગલે શિવાંગના સબંધીઓએ શિવાંગની કસ્ટડી અને તેની માતા મહેંદીને પણ શોધવાની માંગ કરી છે.

ગાંધીનગર(Gandhinagar)શિવાંશ (Shivansh)કેસમાં સચિનની પત્નીની છેલ્લા ચાર કલાકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તપાસ દરમિયાન પોલીસને મોટી માહિતી મળી છે. તેમજ સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં સચિન અને તેની પ્રેમિકા એક જ કંપનીમાં કામ કરતા હતા. તેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કેસમાં સચિન દિક્ષિતની પણ પૂછપરછ ચાલી રહી છે. જેમાં ગાંધીનગર એસપી મયૂર ચાવડા સચિનની પૂછપરછ કરી રહ્યા છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ પોઝિટીવ, કરી આ કબૂલાત

આ પણ વાંચો :  સુરત ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 6 વર્ષના ખોવાયેલા બાળકને હેમખેમ ઘરે પહોંચાડયો

 

g clip-path="url(#clip0_868_265)">