Monsoon 2023: અમદાવાદના મકરબા વિસ્તારમાં 25 ફૂટનો મોટો ભૂવો પડ્યો, વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન, જુઓ Video
છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે. ચોમાસામાં અમદાવાદમાં ભૂવો પડેએ કોઈ નવાઈની વાત નથી.
Monsoon 2023 : છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે. ચોમાસામાં અમદાવાદમાં ભૂવો પડેએ કોઈ નવાઈની વાત નથી. અમદાવાદમાં વધુ એક ભુવો પડ્યો છે. અમદાવાદના જશોદાનગર બાદ મકરબા વિસ્તારમાં મસમોટો ભૂવો પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ટોરેન્ટ સ્ટેશન પાસે રીચ મોંડ ગ્રાન્ડ બિલ્ડિંગની સામે ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા ભારે ઉભી થઈ છે. કોર્પોરેશનના તંત્રએ એક સપ્તાહ પહેલા પડેલા ભૂવાને માત્ર કોર્ડન કરીને સંતોષ માનતા લોકો તંત્ર સામે રોષે ભરાયા હતા. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં ભૂવાનું સમારકામ કરવામાં આવતું નથી. આ 25 ફૂટ પડેલા ભૂવાના કારણે અકસ્માત સર્જવાની પણ શકયતા છે.
માત્ર જૂલાઈ મહિનાની શરૂઆતમાં ભૂવાની ભરમાર શરૂ થતા તંત્રના પ્રિમોન્સૂનની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. પહેલા વાત કરીએ કાલુપુર અને જમાલપુરની જયાં એક જ દિવસે બંને વિસ્તારમાં ભૂવો પડતા અનેક વાહનો ફસાયા હતા. જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક મુખ્ય માર્ગ પર AMCનું વાહન ભૂવામાં ગરકાવ થતું બચ્યું હતું.
તો મકરબામાં મસમોટો ભૂવો પડતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. ટોરેન્ટ સ્ટેશન પાસે રીચ મોંડ ગ્રાન્ડ બિલ્ડિંગની સામે બનાવ બન્યો છે. તંત્રએ એક સપ્તાહ પહેલા પડેલા ભુવાને માત્ર કોર્ડન કરીને સંતોષ માન્યો હતો. બીજી તરફ ગોરના કુવાથી જશોદાનગરના માર્ગ પર ભૂવો પડયો હતો. શહેરમાં છેલ્લા 40 દિવસમાં 50 ભુવા પડતા તંત્ર સામે અહીં સવાલ ઉભો થાય હતો કે, અમદાવાદમાં ભૂવારાજ ક્યારે બંધ થશે?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો