અમદાવાદમાં ઉત્તરાયણની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ, કોરોનાના નિયમો ભુલાયા

અમદાવાદમાં ઉત્તરાયણની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ, કોરોનાના નિયમો ભુલાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 5:14 PM

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં બજારોમાં ઉતરાયણની રોનક જોવા મળી રહી છે. તેમજ શહેરના કોટ વિસ્તારમાં પતંગ દોરીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)શહેર કોરોનાનું એપીસેન્ટર બન્યું છે.તેવા સમયે ઉત્તરાયણ(Uttrayan)પૂર્વેના આખરી રવિવારે બજારોમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ(Crowd) જોવા મળી રહી છે. તેમજ આ ભીડમાં લોકો કોરોના ગાઈડલાઇનને ભૂલ્યા છે. જેમાં બજારમાં ન તો લોકોએ માસ્ક પહેર્યા છે અને ના તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં બજારોમાં ઉતરાયણની રોનક જોવા મળી રહી છે. તેમજ શહેરના કોટ વિસ્તારમાં પતંગ દોરીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. કોરોનાને કારણે પતંગ અને દોરીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તેમજ રાયપુર, ખાડિયા અને દિલ્લી દરવાજા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે.. રોજના બે હજારથી પણ વધારે કેસ આવી રહ્યાં છે.. છતાં લોકો બેદરકાર છે.. અમદાવાદમાં ભદ્ર બજારમાં  લોકોની બજારમાં ખરીદી માટેની આ ભીડ જ સંક્રમણની સ્ફોટક સ્થિતિ સર્જશે. લોકો માસ્ક વગર બેરોકટોક ફરી રહ્યાં છે.

પોલીસ પણ અહીં મૂકપ્રેક્ષકની જેમ ઉભી છે.. બજારની આ ભીડ સંક્રમણનું કારણ બની શકે છે.. લોકો પહેલી અને બીજી લહેર બાદ પણ કોરોનાની ગંભીરતા સમજ્યા નથી.. અને ત્રીજી લહેરમાં પણ આ બેદરકારી અમદાવાદને ભારે પડશે.

આ પણ વાંચો :Ahmedabad: કોંગ્રેસના કાઉન્સલીરોનો હાઇ વૉલ્ટેજ ડ્રામા, વિપક્ષ નેતાના મુદ્દે 10 કાઉન્સલીરોએ રાજીનામાં આપ્યા

આ પણ વાંચો : Ahmedabad: પોલીસે બારોબાર પાર્સલ વેચી દેતા ડીલીવરી બોયની કરી ધરપકડ, કેટલોક મુદામાલ પણ કર્યો કબજે

Published on: Jan 09, 2022 05:09 PM
g clip-path="url(#clip0_868_265)">