Ahmedabad: સરખેજના શાસ્ત્રીનગર વિસ્તારમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, લોકોને પારાવાર હાલાકી, જૂઓ Video

|

Jul 24, 2023 | 11:34 AM

સરખેજના ગાંધીનગરમાં લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોની હાલાકીનો પાર નથી રહ્યો. છેલ્લા બે દિવસથી લોકો જમી પણ નથી શક્યા તેવી હાલત છે.

Ahmedabad: અમદાવાદમાં વરસાદના (Rain) વિરામને ઘણા કલાકોનો સમય વીતી ગયો છે. તેમ છતાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. આવો જ એક વિસ્તાર એટલે સરખેજમાં આવેલો શાસ્ત્રીનગર વિસ્તાર છે. જ્યાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોની હાલાકીનો પાર નથી રહ્યો.

આ પણ વાંચો – Gujarat Rain : કચ્છમાં ધોધમાર વરસાદના પગલે માંડવીનો ખારોડ ડેમ થયો ઓવરફ્લો, જુઓ Video

છેલ્લા બે દિવસથી લોકો જમી પણ નથી શક્યા તેવી હાલત છે. આ પરિસ્થિતિ માટે લોકોએ તંત્રને જવાબદાર ઠેરવતાં આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. કોર્પોરેશનમાં ફોન કરવામાં આવે તો વાત સાંભળ્યા વિના જ ફોન કાપી નાખવામાં આવે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video