શામળાજી મંદિરે હોળીને લઈ પૂનમના દર્શનનો સમય કરાયો જાહેર, જાણો

|

Mar 22, 2024 | 7:30 PM

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી પ્રતિવર્ષની જેમ ધામધૂમથી કરવામાં આવશે. ભગવાન શામળીયાને ચાંદીને પિચકારીથી કેસૂડાનો રંગ છાંટીને ઉજવણી કરવામાં આવશે. મંદિર પરિસરમાં પણ ભક્તો કેસૂડાના જળ છાંટીને હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.

યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિવર્ષ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. શામળાજી દેવગદાધર વિષ્ણુ મંદિર ખાતે ભક્તો હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે. કેસૂડા વડે તૈયાર કરવામાં આવેલ જળને ભગવાનને છાંટવા સાથે ભક્તો પર છાંટવામાં આવતુ હોય છે. આ સાથે જ ભક્તો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે.

શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી એટલે કે ફાગણ સુદન પૂનમના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પૂનમના દિવસે સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી સવારે પોણા સાત વાગ્યે કરવામાં આવશે.

ફાગણ સુદન પૂનમના દર્શનનો સમય

Next Video