AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : નવા શૈક્ષણિક સત્રના શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જાહેર, 12, 13 અને 14 જૂનના રોજ CM અને સરકારના પ્રધાનોની હાજરીમાં થશે કાર્યક્રમ

Gujarati video : નવા શૈક્ષણિક સત્રના શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જાહેર, 12, 13 અને 14 જૂનના રોજ CM અને સરકારના પ્રધાનોની હાજરીમાં થશે કાર્યક્રમ

Kinjal Mishra
| Edited By: | Updated on: May 12, 2023 | 1:31 PM
Share

Gandhinagar News : 12, 13 અને 14 જૂન એમ ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયુ છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ત્રણ દિવસ આયોજન થશે.

નવા શૈક્ષણિક સત્રના યોજાનારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જાહેર થયો છે. 12, 13 અને 14 જૂન એમ ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયુ છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ત્રણ દિવસ આયોજન થશે. CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) અને સરકારના પ્રધાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એકીસાથે આયોજન થશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ જિલ્લાના શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી છે.

આ પણ વાંચો-Auction Today : અમદાવાદના ઓઢવમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો

બીજી તરફ શિક્ષકોની બદલીના નવા નિયમોને લઇને શિક્ષણ વિભાગ ઠરાવ કરશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થાય તે પહેલા શિક્ષકોના બદલી કેમ્પ શરૂ કરી દેવાશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી અંદાજિત 30 હજાર પ્રાથમિક શિક્ષકોને ફાયદો થશે. છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકો બદલીની માગ કરી રહ્યા છે. શિક્ષકોની બદલીને લઇને વિવિધ શિક્ષક સંઘે સરકાર સાથે કુલ 6 જેટલી બેઠક પણ કરી છે. આ બેઠકમાં શિક્ષકોના હક્કમાં નિર્ણય લેવાયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">