AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડીના કેસમાં SOGએ વધુ એક કબૂતરબાજ શૈલેશ પટેલની કરી ધરપકડ

Gujarati Video : અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડીના કેસમાં SOGએ વધુ એક કબૂતરબાજ શૈલેશ પટેલની કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:24 PM
Share

મહેસાણાના હેડુવાના યુવકને અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે વધુ એક કબૂતરબાજ શૈલેષ પટેલની ધરપકડ કરી છે.

Mehsana : મહેસાણાના હેડુવાના યુવકને અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે વધુ એક કબૂતરબાજ શૈલેષ પટેલની ધરપકડ કરી છે. હેડુવા ગામના સુધીર પટેલ સાથે અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડી કેસમાં SOGએ એજન્ટ શૈલેશ પટેલની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Mahesana : ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં મોટો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા, જુઓ Video

રિમાન્ડ પર રહેલો દિવ્યેશ પટેલ ઉર્ફે જોની પોલીસને એક જ વાત કહી રહ્યો છે કે તમામ વ્યક્તિ પકડાઈ ગયા છે અને જેલમાં છે. ડોમેનિકાથી અમેરિકા જઈ રહેલા લોકોને સ્થાનિક પોલીસે પકડી લીધા હતા અને સેન્ટ માર્ટિસ જેલમાં પૂર્યા છે.

બીજી તરફ પોલીસે નવ વ્યક્તિનું શું થયું અને શું સ્થિતિમાં છે તે જાણવા CID મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછળના કેટલાક મહિનામાં ભારતના કોઈ નાગરિકોને પકડવામાં આવ્યા છે કે નહીં તેની જાણકારી માગવામાં આવી છે. જો કે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">