ગુજરાતમાં કયા જિલ્લામા કેવી રહેશે Cyclone Biparjoyની અસર, વીડિયોમાં સમજાવી રહ્યાં છે હવામાન વિભાગના ડાયરેકટર, જુઓ video
આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. જેને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી દ્વારા આ સમગ્ર બાબતે ચિતાર આપવામાં આવ્યો છે. વાવાઝોડું ક્યાથી, કઈ રીતે આગળ વધી રહ્યું છે. તે અંગે ચિત્ર સ્પસ્ટ કર્યું હતું.
Gandhinagar : બિપોરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર જોવા મળશે. જે અંગે હવામાન વિભાગ સતત અપડેટ આપી રહ્યું છે. હાલ વાવાઝોડાની પરિસ્થિતી અંગે હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ વિસ્તાર પૂર્વક સમજ આપી છે. જેમાં જણાવ્યુ છે કે, તેજ ગતિએ પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપી છે કે ક્યારે, કયા જિલ્લામાં વાવાઝોડું પહોંચશે. 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. 14 અન 15 જૂને ભારે વરસાદની છે પણ આગાહી કરાશે.
આ પણ વાંચો : ગીર સોમનાથના ઉનામાં Cyclone Biparjoyની અસર, ભારે પવન સાથે વરસ્યો વરસાદ
આ દરમ્યાન સૌથી વધુ કચ્છ, દ્વારકા અને જામનગર, મોરબીમાં ધોધમાર વરસાદ થશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ થશે. મહત્વનુ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે વાવાઝોડું ટકારાઈ શકે તેમ જણાવાયું છે. 15 જૂનની બપોરે વાવાઝોડું ટકરાશે તેવો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે. કચ્છના મુંદ્રાથી પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈને મુખ્યપ્રધાન સાથે તમામ વિભાગના અધિકારીઓએ બેઠક કરી હતી. અને વાવાઝોડાની પરિસ્થિતિનો મુખ્યપ્રધાન સમક્ષ ચિતાર રજૂ કરાયો હતો.