Surat : 14 રાજ્યમાં 173 ડિજિટલ એરેસ્ટના ગુના કરનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: May 17, 2025 | 12:54 PM

સુરતમાં 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી 1 કરોડ 15 લાખથી વધુ રૂપિયા પડાવવા મામલે વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે આરોપી પાર્થ ગોપાણીને લખનઉ એરપોર્ટથી ધરપકડ કરી છે.

સુરતમાં 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી 1 કરોડ 15 લાખથી વધુ રૂપિયા પડાવવા મામલે વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે આરોપી પાર્થ ગોપાણીને લખનઉ એરપોર્ટથી ધરપકડ કરી છે. આ બનાવમાં પોલીસે અગાઉ 5 આરોપીઓને ઝડપ્યા હતા.

આ તમામ 5 આરોપીઓની પૂછપરછમાં પાર્થનું નામ સામે આવતા પોલીસે તપાસ તેજ કરી હતી. આ દરમિયાન આરોપી પાર્થ નેપાળથી લખનઉ આવી કંબોડિયા ભાગવાની ફિરાકમાં હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

આખરે મુખ્ય સૂત્રધાર પોલીસના સકંજામાં

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સુરતના સિનિયર સિટિઝનને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા. આરોપીઓ પોતે CBI અને EDના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હતી.આ ઉપરાંત સુપ્રિમ કોર્ટના લોગો વાળા બોગસ લેટર મોકલી પૈસા પડાવ્યા હતા. ગેંગનો મુખ્ય સૂત્રધાર પાર્થ ગોપાણી ચાઇનીગ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપતો. પોલીસ તેને પકડી ન શકે તે માટે દુબઇ, કંબોડીયા અને નેપાળમાં રહી ગેંગને ઓપરેટ કરતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 17, 2025 11:36 AM