Rajkot: IBના ઈનપુટ બાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારવામાં આવી, જુઓ Video

|

Mar 30, 2024 | 2:24 PM

કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા વિવાદિતી નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પછી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી છે. રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પછી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી છે. રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.

ક્ષત્રિય સમાજના વિવાદ અને આઇબીના ઇનપૂટ બાદ સુરક્ષા વધારાઇ છે. પરષોત્તમ રૂપાલાની સાથે રહેતો પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. જ્યાં પ્રચાર અને સભા હોય ત્યાં જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો- Surendranagar: પરષોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ, પૂતળાદહન કરી વિરોધ દર્શાવ્યો, જુઓ Video

મહત્વનું છે કે 24મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. જો કે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.

Published On - 2:42 pm, Fri, 29 March 24

Next Video