સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં 350 સંઘે કર્યા દર્શન, 3 હજારથી વધારે ધજા ચઢાવાઈ, જુઓ Video
ભાદરવી પૂનમના પર્વ પર અંબાજી અને ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પણ ભારે ભક્તોની ભારે ભીડ દર્શન કરવા માટે આવતા હોય છે.
ભાદરવી પૂનમના પર્વ પર અંબાજી અને ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પણ ભારે ભક્તોની ભારે ભીડ દર્શન કરવા માટે આવતા હોય છે. ભાદરવા સુધી એકમથી નોમ સુધી સાડા ત્રણ લાખ પદયાત્રીઓએ માતાજીના દર્શન કર્યા.
મળતી માહિતી અનુસાર માતાજીના મંદિરમાં 350 સંઘ દર્શન અર્થે આવ્યા છે. તેમજ શિખર પર 3 હજાર 200 ધ્વજા અર્પણ કરવામાં આવી છે.
મંદિરમાં 350 સંઘે કર્યા દર્શન
ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમને લઈને સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. તેમજ આસપાસના વિસ્તારોમાં સેવા કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને સગવડ મળી રહે. આ ઉપરાંત મંદિરમાં તમામ ભક્તોને પ્રસાદી મળી રહે તે માટે પ્રસાદી પણ બનાવી રાખવામાં આવી છે.
મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર આવતું હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠાના અંબાજી મંદિરની જેમ જ ખેડબ્રહ્મામાં પણ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં માનવ મહેરામણ આનંદ માણવા માટે આવે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
