Rain : દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ, ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા, જુઓ Video

Rain : દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ, ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા, જુઓ Video

| Edited By: | Updated on: May 25, 2025 | 2:51 PM

ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ માવઠાની ઘાત યથાવત જોવા મળી છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.

ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ માવઠાની ઘાત યથાવત જોવા મળી છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતીકાંઠે 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગોમતી ઘાટે સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા છે.

વેરાવળ બંદર પર અપાયું ભયજનક સિગ્નલ

બીજી તરફ હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ બંદર પર સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. બંદર પર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ઉંચા ઉંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે. તો સાવચેતીના ભાગરુપે માછીમારોને પણ પરત બોલાવી લેવાયા છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..