રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ( Rain ) અને વાવાઝોડાની સ્થિતિ છે. ત્યારે ભાવનગરમાં માછીમારોને ત્રણ દિવસ સુધી દરીયો ખેડવા ન જવાની સલાહ અપાઈ છે. દરિયામાં માછીમારી કરતાં સાગર ખેડૂઓને એલર્ટ કરાયા છે. સતત બે દિવસથી ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિને લઈને ઘોઘા સહિતના દરિયા કિનારે વસતા લોકોને પણ સચેત કરવામાં આવ્યા છે. મોટાભાગના માછીમારો તો પરત પણ આવી ચૂક્યા છે. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જો કે, હજુ વાવાઝોડાની કોઈ અસર જોવા મળી નથી.
આ પણ વાંચો : Bhavnagar : નસીતપુર ગામે પોલીસના દરોડા, 600 કિલો નકલી કપાસનું બિયારણ ઝડપ્યું
તો બીજી તરફ માંગરોળથી 120 કિમી દૂર અરબી સમુદ્રમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. મધદરિયે ફસાયેલી રોશના નામની ફિશિંગ બોટમાં 9 માછીમારો સવાર હતા. જેમને માહિતી મળતા તાત્કાલીક ધોરણે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવ્યા હતા.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો