આજનું હવામાન : આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ પ્રચંડ ગરમીની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ તો આકાશમાંથી આગ જ વરસશે છે. હવામાન વિભાગે 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્રણ દિવસ યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ પ્રચંડ ગરમીની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ તો આકાશમાંથી આગ જ વરસશે છે. હવામાન વિભાગે 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્રણ દિવસ યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ સહિત 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. અનેક જિલ્લામાં ગરમીનો પારો 41થી 45 સુધી પહોંચવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ભેજવાળા પવન શરૂ થતા તાપમાનમાં વધારો થશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડશે કાળઝાળ ગરમી
ગરમીને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 9 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 41થી 42 ડિગ્રી રહેશે. ભાવનગર અને અમરેલીમાં કાળઝાળ ગરમી પડી શકે છે.
મે મહિનામાં મોટી આફતના એંધાણ
રાજ્યમાં ભરઉનાળે માવઠાની અંબાલાલની આગાહી છે. એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થયું હતું. ત્યારે હવે 10થી 12 એપ્રિલ દરમિયાન પલટાશે. 13 એપ્રિલે રાજ્યમાં પડી શકે વરસાદી છાંટા છે. અરબી સમુદ્રમાં ખતરનાક વાવાઝોડું સર્જાવાના પણ એંધાણ છે.જૂન મહિનામાં પણ રાજ્યમાં માવઠું થવાની આગાહી છે. આમ ગુજરાતની હાલ અગ્નિપરીક્ષા થઇ રહી છે. ગરમીની શરૂઆતમાં લોકો ત્રાહીમામ્ પોકારી ગયા છે. હજુ પણ 90 દિવસ ગરમીના બાકી છે. ત્યારે હજુ ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવશે.