અમદાવાદમાં 800 જેટલા શિક્ષકોની ઘટ, શાળા સંચાલકોએ નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતીની કરી માગ, જુઓ Video

અમદાવાદમાં 800 જેટલા શિક્ષકોની ઘટ, શાળા સંચાલકોએ નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતીની કરી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 05, 2025 | 2:48 PM

રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. જો કે આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલી શાળાઓ પહેલા આ મુદ્દે ફરી રાવ ઉઠી છે. અમદાવાદ શહેરની શાળામાં સંચાલક મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી શિક્ષકોની ઘટ પૂરી કરવા માગ કરી છે.

રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. જો કે આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલી શાળાઓ પહેલા આ મુદ્દે ફરી રાવ ઉઠી છે. અમદાવાદ શહેરની શાળામાં સંચાલક મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી શિક્ષકોની ઘટ પૂરી કરવા માગ કરી છે. શાળા સંચાલકોની માગ છે કે શાળાઓ શરૂ થાય તે પહેલા જ જ્ઞાન સહાયકોની ભરતી કરવામા આવે છે.

શાળા સંચાલકોએ ચિંતા પણ વ્યક્ત કરી કે સરકારે શિક્ષકોની ઘટ પુરવા ભરતી પ્રક્રીયા શરૂ કરી, પરંતુ સમયસર પુર્ણ થાય તેમ લાગતું નથી. શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરશે તે પ્રશ્ન છે.

નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતીની માગ

શાળા સંચાલક મંડળની રજૂઆત છે કે, 31 મેએ રાજ્યભરમાં 800થી વધુ શિક્ષકો નિવૃત થતા ઘટ પડી છે. તેના કારણે રાજ્યમાં 4 હજારથી વધુ શિક્ષકોની સંખ્યા ખાલી છે. અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં 80 આચાર્યો અને 800 શિક્ષકોની ઘટ છે. તેના કારણે માગ કરવામાં આવી છે કે શાળાઓ શરૂ થાય તે પહેલા જ્ઞાન સહાયક આપવામાં આવે છે.

દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ્ઞાન સહાયકની ફાળવણી કરાય છે. અને શૈક્ષણિક વર્ષ પુર્ણ થતા તેમની મુદત પુર્ણ ગણાય છે. કાયમી શિક્ષક ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા પણ માગ કરાઈ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો