આજનું હવામાન : ગુજરાતમાં છૂટો-છવાયો વરસાદ વરસે તેવી આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં છૂટો-છવાયો વરસાદ વરસે તેવી આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, જુઓ Video

| Updated on: Aug 05, 2025 | 7:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી માત્ર સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે. તેમજ વરસાદી વિરામ વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો છે.

જાણો કેટલું રહેશે તાપમાન

બીજી તરફ અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ સહિતના જિલ્લામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો