સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીએ કોને કહ્યુ, “કમળમાં હવે કાંઈ લેવાનું નથી”- પુરી વાતચીત જાણવા -જુઓ Video

|

Jun 23, 2024 | 4:14 PM

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી સમયથી અમરેલી ભાજપમાં શરૂ થયેલા ડખા અને અસંતોષ હજુ યથાવત હોય તેવુ લાગી રહ્યુ છે. આ તરફ ભાજપના જ કેટલાક હાંસિયામાં ધકેલાયેલા નેતાઓના હવે ભાજપ વિરોધી સૂર એકબાદ એક સામે આવી રહ્યા છે હજુ ગઈકાલે (22.06.2024) જ જુનાગઢના માણાવદરથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલમાંથી ભાજપનું ચિહ્ન હટાવી દીધુ હતુ. જે બાદ તેમણે એક વીડિયો પણ જારી કર્યો હતો અને જેમા તેઓ એવુ કહેતા જોવા મળ્યા છે મારી ઓળખ ભાજપને કારણે નથી.

“કમળમાં હવે કાંઈ લેવાનું નથી”

આ વિવાદ હજુ શમ્યો નથી ત્યા અમરેલીના સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો પણ હવે ભાજપમાંથી મોહભંગ થયો હોય તેવુ લાગી રહ્યુ છે. કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે. આ સાથે જ તેમણે એવુ પણ કહ્યુ કે કમળમાં હવે કાંઈ લેવાનું નથી અને હવે કોઈ ધ્યાન પણ નથી દેતા. આ ચૂંટણી મહત્વની છે કેમ કે પાછળ પંચાયતની ચૂંટણી આવે છે. ધારાસભ્યનો આ વીડિયો લોકસભા ચૂંટણી સમયનો હોવાનું અનુમાન છે. જો કે tv9 આ વાયરલ વીડિયોનું પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટી આગાહી, આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે સુધી તૂટી પડશે વરસાદ- જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Next Video