AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath Rain Video : હિરણ-1 અને હિરણ-2 ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી ગાંડીતૂર બની, નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળ્યુ

Gir Somnath Rain Video : હિરણ-1 અને હિરણ-2 ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી ગાંડીતૂર બની, નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:10 AM
Share

હિરણ-1 અને હિરણ-2 ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી  (Hiran River) ગાંડીતૂર બની છે. નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળતાં સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હિરણ નદી તાલાલાના રસ્તા પરથી વહી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ પણ તણાઈ રહી છે.

Gir Somnath : ગીર સોમનાથના તાલાળામાં એક જ દિવસમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હિરણ-1 અને હિરણ-2 ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી  (Hiran River) ગાંડીતૂર બની છે. નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળતાં સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હિરણ નદી તાલાલાના રસ્તા પરથી વહી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ પણ તણાઈ રહી છે.

આ પણ વાંચો-Rain Breaking : ગીરસોમનાથના સૂત્રાપાડામાં ફાટ્યું આભ, એક દિવસમાં ખાબક્યો 22 ઈંચ વરસાદ, જૂઓ Video

અનેક વિસ્તારોમાં ઘર આગળ પાર્ક કરેલી ગાડીઓ તણાતી જોવા મળી છે. તાલાલાના નરસિંહ ટેકરી, આંબેડકર નગર, ગુંદરણ ચોકડી સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. હોસ્પિટલ હોય કે ઘર, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર સહિત સેવાભાવી લોકોએ જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે ત્યાં જઈને લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરી છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">