Rain Breaking : ગીરસોમનાથના સૂત્રાપાડામાં ફાટ્યું આભ, 24 કલાકમાં ખાબક્યો 22 ઈંચ વરસાદ, જૂઓ Video
ગીરસોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં જાણે આભ ફાટ્યુ છે. સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે.
Gir Somnath : ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2023) જામ્યુ છે. ગીરસોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં જાણે આભ ફાટ્યુ છે. સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે. 19 ઇંચ વરસાદથી વેરાવળ પાણી-પાણી થયું છે. તલાળામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલાળામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના ધોરાજીમાં પણ 12 ઈંચ વરસાદ વરસ્યો છે.
વેરાવળમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેવકા અને હીરણ નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે.
ગીરસોમનાથના તાલાલા શહેરમાં હિરણ નદીના પાણી ફરી વળ્યા છે, પાણીની સાથે સાથે મગર પણ તણાઈને આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મગર રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે.. સામાન્ય રીતે મગર તળાવ અને નદીઓમાં જ જોવા મળતા હોય છે, પરંતુ નદીમાંથી મગર રસ્તા પર આવી જતાં લોકોમાં ભય જોવા મળ્યો હતો.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
