Rain News: ગીરસોમનાથના સૂત્રાપાડા, ઉના, કોડીનાર, સહિતના વિસ્તારોમાં વરસાદ, સાંગાવાડી નદીમાં તણાઈ જતા યુવકનું મોત
Gir Somnath: ગીરસોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૂત્રાપાડા, ઉના, કોડિનાર, સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સાંગાવાડી નદીમાં તણાઈ જતા એક યુવકનું મોત નિપજ્યુ છે.
Gir Somnath:હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના સૂત્રાપાડા, ઉના, કોડિનાર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આ તરફ ગીરસોમનાથમાં સાંગાવાડી નદીમાં તણાઈ જતા યુવકનું મોત નિપજ્યુ છે.
નદીમાં નાહવા પડેલા એક યુવકનું ડૂબવાથી મોત
ગીર ગઢડાની હરમડિયા ગામની નદીમાં પણ બે યુવકો તણાયા હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક તરવૈયાઓએ ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવકો નદીમાં નાહવા ગયા હતા તે દરમિયાન અચાનક પૂર આવતા દુર્ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો : કચ્છમાં વરસાદ બાદ રસ્તા થયા બંધ, અબડાસાના બારા ગામનો રસ્તો થયો બંધ
ઝરમર વરસાદ વચ્ચે ખીલી ઉઠી પ્રકૃતિ
આ તરફ ગીરસોમનાથના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિના નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા છે. ઝરમર વરસાદ વચ્ચે પ્રકૃતિ ખીલી ઉઠી છે. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ખુશનુમા બન્યુ છે અને લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.
ગીરસોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો